સુરત સિંચાઈ વિભાગે કાકરાપાર જમણા કાંઠાની નહેરો 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ઓલપાડના ખૂંટાઈ માતા મંદિરના પ્રાંગણમાં ખેડૂત સમાજ ગુજરાત દ્વારા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણય ઉદ્યોગોને પાણી આપવા માટેનું કાવતરું છે.