બોટાદ જિલ્લાના પવિત્ર દેહાણ જગ્યા એવા પાળીયાદ ગામે આવેલ પૂજ્ય વિસામણબાપુની જગ્યામાં આજે શ્રાવણ માસની અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ સાથે ધ્વજારોહણ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લઈ જગ્યાના મહંત પૂજ્ય નિર્મળાબા દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા નો અનુભવ કર્યો હતો.