બોટાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી તેને બોટાદ શહેરમાં આવેલ એકમાત્ર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા જેમાં વાહનો ફસાયા હતા જેની જાણ બોટાદ જિલ્લા ટ્રાફિક મહિલા PSI અર્ચના રાવલ ને થતા તેઓ સ્ટાફ સાથે અંડરબ્રિજ ખાતે દોડી ગયા હતા અને પાણીમાં ફસાયેલા વાહન ચાલકો ને જરૂરી મદદ કરતા મહીલા PSI ની પ્રસંશનીય કામગીરી સામે આવી છે.પાણીના ભારે પ્રવાહમાં ફસાયેલા વાહન ચાલકોએ જીલ્લા ટ્રાફિક PSI ની પ્રસંશા કરી હતી.