ભરૂચ જિલ્લા કક્ષા ના 76 માં વનમહોત્સવ ની અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે આજરોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી .જેમાં જિલ્લાના એચ.એચ.જી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને ચેકનું વિતરણ ,સરપંચો અને સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ ના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું