માંગરોળ તાલુકાના રટોટી આમખૂટા સણંધરા ધોળીકુઇ ખરેડા નાની ફળી ઓગણીસા સહિત સાત ગામના લોકોને સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી કોઈ કારણોસર અનાજ મળ્યું નથી જેથી કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રકાશભાઈ ગામીત સાબુદીનભાઈ મલેક રૂપસિંગભાઈ ગામીત દ્વારા માંગરોળના મામલતદારને રજૂઆત કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી સાત ગામના લોકોને અનાજનો પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી છે