શનિવારના વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબવલસાડના અબ્રામા ગામ ખાતે તુલસીવન સોસાયટીમાં સ્વામિનારાયણ સ્કુલની શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ વેન નંબર જીજે 15 સીડી 7453ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વેન સ્લીપ થઈ જતા રસ્તાની બરાબર બાજુમાં આવેલ એક ઘરની દીવાલ તોડી બાજુમાં મુકેલ ઈંટના ઢગલામાં જઈ અટકી હતી, જોકે અકસ્માત દરમિયાન શાળાના કેટલાક બાળકો અંદરજ હતા. અને અકસ્માત થતાંજ ગ્રામજનો દોડી આવ્યા હતા.