વિજાપુર કુકરવાડા સ્ટેશનપુરા રેલ્વે સ્ટેશન નજીક વરલી મટકા રમાડતો શખ્સ ને વરલી મટકાના સાહિત્ય સાથે રોકડ રૂપિયા 260 ની રકમ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.વસઈ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમયે ખાનગીમાં બાતમી મળી હતી કે અરવિંદસિંહ ઠાકોર નામનો ઇસમ સ્ટેશનપુરા નજીક પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકા નો જુગાર રમાડી રહ્યો છે. પોલીસે સ્થળ ઉપરથી અરવિંદસિંહ નામના ઇસમને પકડી પાડી પોલીસે આજરોજ શનિવારે સવારે અગિયાર ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.