હિંમતનગર રોડ પર આવેલા અત્રી ગ્રીન ફ્લેટ ખાતે જાદુગર કાલી દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન તથા જાદુ અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન એકતા પટેલ તેમજ અત્રી ગ્રીન્સના તમામ મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા જાદુગર કાલીએ આ પ્રસંગમાં હાજર રહીને બાળકો તથા લોકોમાં ફેલાયેલી અને શ્રદ્ધા દૂર કરવાના કાર્યક્રમ કર્યા હતા તો જાદુ પાછળના રહસ્ય પણ જણાવ્યા હતા