દહેગામ પોલીસને બાતમી મળી હતી કે ઝાક ગામે ઈન્દિરાનગર ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા જયેશ ટીનાભાઈ વાઘેલા, સંજયભાઈ મહેન્દ્રભાઈ વાઘેલા, શૈલેષભાઇ રમણભાઈ રાવળ અને રણજીત બાબુભાઇ ભરવાડને 42550ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.