ઉકાઈ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ ભીમપુરા ગામે આવેલ દક્ષિણમુખી હનુમાનજી મંદિર માં એક ઈસમને પ્રવેશ કરી દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે દાનપેટી નહીં તૂટતા અજાણ્યો ચોર ઈસમ વિલા મોઢે પરત ફર્યો હતો.બનાવ અંગે ફરિયાદીને જાણ થતા સીસીટીવી ચેક કરતા માલૂમ પડ્યું હતું.કે ચોરી નો પ્રયાસ થયો છે.જેને લઈ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.