પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં રવિવારની સવારે પાનમ ડેમમાં ૪૦૫૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી,પાનમ ડેમમાં પાણીની આવકને લઈ પાનમ ડેમની ભયજનક જળસપાટી ૧૨૭.૪૧ મીટર સામે હાલની જળસપાટી ૧૨૬.૬૦ મીટરે પહોંચતા પાનમ ડેમ ૯૦.૪૫ ટકા જેવો ભરાતા હાઇ એલર્ટ મોડ પર મુકવામાં આવ્યો છે અને નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને સાવચેત કરાયા છે અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.