આજે બપોરે 12 વાગ્યા ની આસપાસ પોશીના તાલુકાના લાંબડીયા ખાતે જુના પેટ્રોલ પંપ નજીક આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત જનસભા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનો,હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.