રાજકોટ જિલ્લાના 162 કેન્દ્રો પરથી 49,077 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જોકે અહીં પરીક્ષા આપતા ઉમેદવારો અન્ય જિલ્લાના હશે. રાજકોટના ઉમેદવારોને મોટાભાગે જામનગર સહિતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ઉમેદવારોને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની 25 સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.