અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શિવમ આવાસ યોજના ખાતે આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચને જોઈને આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો હતો અને આત્મહત્યા કરવાની ધમકીઓ આપી હતી. જે બાદ ફાયરની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને અંતે આરોપી અભિષેક શૂટરને પકડવામાં આવ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના DCP અજીત રાજીયને વિગતવાર માહિતી આપી હતી.