કુબેરનગરમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવાનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલી પત્ની જયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે સાસુ ગંભીર હાલતમાં છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યાં આરોપી અશોક રાજપુત ડોલમાં જવલનશીલ પદાર્થ લઈને જતો દેખાયો હતો.