વ્યારા શહેરના બહુચરાજી મંદિર નજીક પોલીસની ફરજ માં રુકાવટ અંગે યુવક પર ગુનો દાખલ થયો.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરના બહુચરાજી મંદિર નજીક પોલીસની કામગીરીમાં રુકાવટ કરી પોલીસ સાથે મારામારી કરી ધમકી આપવા બાબતે શહેરના યુવક રાજન દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.