મોરવા હડફના મોરવા ખાતે આજે શુક્રવારના રોજ ટેક હોમ રાશન અને મિલેટ્સની વાનગીઓની સ્પર્ધા ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સંતુલિત આહાર અને યોગ્ય ખાવાની આદતો અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેની માહિતી આજે શુક્રવારે બપોરે 3 કલાકે પ્રાપ્ત થઇ હતી