છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે 13 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે. આંગણવાડી જર્જરિત બનતા આંગણવાડીના બાળકોને મંદિરના ઓટલા ઉપર અને વરસાદ હોય ત્યારે આંગણવાડી કર્મચારીના ઘરમાં બેસાડવા પડે છે. આ બાળકોને મંદિરના ઓટલા ઉપર બેસવાની પૂરતી જગ્યા નથી. અને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મંદિરની અંદર લોકો પૂજા કરવા આવતા હોય છે. પરંતુ ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે બાળકોને મુશ્કેલી પણ પડે છે.