ગોધરા તાલુકાના સાંપા ગામે આવેલા વણકર ફળિયામાં રહેતા સવિતાબેન કાંતિભાઈ જાદવે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓની અને ગણપતભાઈ જાદવના ખેતરના શેઢા પર ફેન્સિંગ કરાવ્યું હતું, જે ફેન્સિંગ તારની વાડ ગણપતભાઈ જાદવ અને લીલાબેન જાદવે ભેગા મળીને તોડી નાખી હતી, જેને લઈને સવિતાબેને સમાજના માણસો ભેગા કરીને ફેન્સિંગ તાર તોડવા બાબતે કીધું હતું, જેમાં ગણપતભાઈ અને લીલાબેને જણાવ્યું હતું કે અમે ફેન્સિંગ તાર તોડી નથી, તેમ કહીન