ગુરૂવારના 1 કલાકે પ્રેસ નોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લામાં આજથી વલસાડની ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટના રૂમ નંબર 120 માં તાલીમ કાર્યક્રમનું આયોજન વહીવટી વિભાગના સેક્શન અધિકારી જનમભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા જિલ્લા તિજોરી અધિકારી અતુલભાઇ ધોરાજી ના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓ માટે કર્મયોગી પોર્ટલ પર પગાર બિલ બનાવવાની તાલીમ આપવામાં આવશે.