વડોદરા : સંસ્કારી નગરીમાં સંસ્કારના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર ઈવા મોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા કારેલીબાગ વિસ્તારમાં રહેતા દેવાંગભાઈને 50 હજાર રૂપિયા રોકડા મળતા તેઓ માંજલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં રોકડ રકમ જમા કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.