વરસામેડીમાં જમીનનું વેચાણ દસ્તાવેજોમાં ખોટી સહી કરી ગુનાહીત કૃત્ય આચરવાના કેસમાં અંજાર પોલીસે વધુ બે આરોપીઓ શંકરભાઈ કેશવજી ચંદ્રા અને મહેશ શંકરભાઈ ચંદ્રાને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસે કુલ સાત આરોપીઓ માંથી અગાઉ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે વધુ આ બે આરોપીઓને ઝડપી પાડયાછે આ ઉપરાંત ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિઓ કરનાર હજુ બે આરોપીઓ અજીદસૈયદ અને રાજુ અમરશી બારોટ બારોટ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.