શુક્રવારના 12:30 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના કાંજણ રણછોડ સારંગપુર ફાટક પરષોત્તમ ફળિયા પાસે ગણપતિ વિસર્જન પતાવી જઈ રહેલા ડીજેના ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે. એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનો જાણવા મળ્યું છે. રૂરલ પોલીસે ચાલક સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.