This browser does not support the video element.
રાજકોટ: લોધીડા ગામ પાસે ઇકો કારની હડફેટે ચાર માસના બાળકનું કરુણ મોત, પરિવારજનો શોકમાં ગરકાવ
Rajkot, Rajkot | Sep 10, 2025
ગઈકાલે બપોરે 4:00 વાગ્યાની આસપાસ શહેરના લોધીડાથી સીમ તરફ જવાના રસ્તે એક ઇકો કાર ચાલકે બાઈક પર પુત્ર સહિત જતા દંપતિને હડફેટે લેતા તેમને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ચાર માસના માસુમ બાળક રોહિત સોલંકીનું મોત નીપજતા તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.આજી ડેમ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.