પદ્ધર ગામે રહેતા ૨૫ વર્ષિય મુમતાઝબેનને પ્રસવ પીડા ઉપડતા સારવાર માટે પૂજન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં ઓપરેશનથી બાળકનો જન્મ થયો હતો. બાદમાં સારવાર દરમિયાન બીપી લો થઈ જતા અને તબીયત વધુ ખરાબ થતા વાયબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તબીબે ડાયાલિસીસ કરાવનું જણાવતા હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ ન હોવાથી જી.કે.માં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્લિડિંગ બંધ થતું ન હોઈ કરિવાર ઓપરેશન કરી ડાયાલિસી કરવામાં આવ્યું હતું.