ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કે.એસ. સ્કૂલમાં ચાલી રહેલા ઇન્ટિગ્રેટેડ MBA-MSc IT કોર્સની ફીમાં 67 ટકાનો વધારો કરવામાં વિરોધ કરાયો. શુક્રવારે 2 વાગ્યાની આસપાસ ABVP દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કે.એસ. સ્કૂલમાં જ્યાં ABVP વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેઓએ ફી વધારો પાછો ખેંચવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.