આ કોઈ વરસાદનું પાણી નથી પરંતુ ડ્રેનેજ ના પાણી થી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું.તાંદલજા વિસ્તાર માં વોર્ડ 10 વિસ્તાર માં આવેલ સામિયા ફ્લેટ,મુસા પાર્ક,ઝેનબ રેસીડેન્સી, મોડર્ન વિદ્યાલય,મુનશી વુડા,કુબા રેસીડેન્સી વિસ્તાર માં છેલ્લા 20 દિવસ થી ગટર ના પાણી કેડ સમા રોડ ઉપર ભરાય છે અને તમામ વિસ્તાર ના લોકો ને ગટર પાણી માં થી થઈ પસાર થવાનું વારો આવ્યો છે,ત્યારે આજે અસફાક મલેકની આગેવાની માં તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.