કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદમાં રસ્તાઓ બિસ્માર બનતા લોકો પરેશાન થયા છે. મહેન્દ્ર શાહ ચોકડી સહિત વિવિધ વિસ્તારમાં જવાના રસ્તા બિસ્માર બન્યા છે અને ખાડા પડી ગયા છે અને ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકોને જવા આવવામાં મુશ્કેલી પડી રહી છે.