પોરબંદર જિલ્લા તેમજ આસપાસ જિલ્લામાં ભારે વરસાદને લઈને ભાણવડના વર્તુ 2 ડેમ માં મોટાપ્રમાણમાં પાણી ની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.જેને લઈને પોરબંદર ના બરડા પંથકમાંથી પસાર થતી વર્તુ નદીમાં પાણી છોડવામાં આવતા બરડા પંથકના મોરાણા,પારાવાડા, ભોમિયાવદર,ફટાણા,શીંગડા,શીશલી સહિતના ગામડાઓ ને એલર્ટ રહેવા સૂચના આપી છે.