11 સપ્ટેમ્બર એટલે વિનોબા ભાવેની જન્મ જ્યંતિ ‘ભૂદાન’ આંદોલનના સુત્રધાર, સ્વતંત્ર સેનાની અને સમાજસેવક આચાર્ય વિનોબા ભાવેની આજે 130 મી જન્મજયંતિ છે. 1983 માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર 1895 ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જિલ્લામાં થયો હતો. તેમના બાળપણનું નામ વિનાયક નરહરિ ભાવે હતું, ત્યારે આજે તેઓની જન્મ જયંતિ હોય તેઓની જન્મ જયંતી નિમિત્તે વીએમસી દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.