અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની શાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને ધમકાવવાનો બનાવ સામે આવ્યો. રાયખડમાં આઇ.પી.મિશન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ ભૂતપૂર્વ મિત્રએ ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપી.