બોટાદ જિલ્લાના હળવદમાં ખેડૂત પર થયેલા હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે “કાળો દિવસ” મનાવવામાં આવ્યો. જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાની ઉપસ્થિતિમાં કાર્યકરોએ કાળા પટ્ટા ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા અને “અમે હળવદના ખેડૂત સાથે છીએ”નો સંદેશ આપ્યો.