સન્ડે ઓન સાઈકલ” અને રાષ્ટ્રીય રમત દિવસ અંતર્ગત નડિયાદ ખાતે સાઈકલ રેલી યોજાઈ. મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી જી.એચ. સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલે લીલી ઝંડી આપીને સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું.ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ મહાનગપાલિકા દ્વારા આજે રવિવારના રોજ “સન્ડે ઓન સાઈકલ” અને રાષ્ટ્રીય રમત દિવસ અંતર્ગત સાઈકલ રેલી યોજાઈ હતી.