વિજાપુર ઊબખલ ગામ તરફ ના ખેતર માં ગેરીતા ગામના નટવર સિંહ ચૌહાણ ગત બુધવારે બપોરે કામ અર્થે ગયા હતા. તે સમય રોડની સાઈડ મા પોતાનો મોટર સાયકલ રૂપિયા 10,000/- કિંમત નુ પાર્ક કર્યું હતુ કામ પતાવી આવતા મોટર સાયકલ સ્થળ ઉપર નહિ મળતાં આસપાસ ઘણી શોધખોળ કરી હતી. છતાં મોટર સાયકલ નહિ મળી આવતા નટવર સિંહ ચૌહાણે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શુક્રવારે સાંજે પાંચ વાગે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.