ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલ પામલેન્ડ હોસ્પિટલમાં ડો.વસીમ રાજના જન્મ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. યુનિટી બ્લડ બેક અને ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલ પામલેન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડિરેકટર ડો.વસીમ રાજના 39માં જન્મ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં 39 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.