પાનમ અને કડાણા જળાશયમાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ સપાટીમાં વધારો થતા તેમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહને કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ નદી કિનારાના ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ જઈને ગ્રામજનોને સાવચેત કરાયા છે