પાલનપુર તાલુકાના ગઢ ખાતે અતિ પ્રાચીન વૈદનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં દર શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરે છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે યોજનાનું આયોજન કરવામાં આવે છે આજે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા શનિવારે સવારે યજ્ઞ શરૂ થયો હતો અને સાંજે ચાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.