વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ ધરાવતા એક સંચાલકને પોલીસે અઢી વર્ષ પહેલા બનેલા છેતરપિંડીના બનાવવામાં ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ,સયાજીગંજ વિસ્તારમાં જાન્યુઆરી-2023 દરમિયાન એક કાર માલિકની બલેનો કાર ભાડે લીધા બાદ છ મહિના સુધી ભાડું આપી પછીનું ભાડું તેમજ કાર પરત નહીં કરનાર ટ્રાવેલ એજન્ટ સામે પોલીસ ફરિયાદ થઈ હતી.