ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 25 વર્ષ પૂર્ણ કરી અને 26 વર્ષનું આયોજન કરાયું છે, ત્યારે આજના દિવસે મહા આરતીનું આયોજન કરાયું હતું. જેમાં ભાવનગર ના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો.