વાલિયા તાલુકાના દોલતપુર ગામના રામદાસ વસાવા પિતા 47 વર્ષીય રમણ દેવલા વસાવા ગત તારીખ-2જી સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 કલાકે પોતાની સાઇકલ લઈ વાલીયાથી સિલુડી ચોકડી વચ્ચે પાસે ઇન્દિરા કોલોની જવાના રસ્તા ઉપર રોડથી પસાર થઈ રહ્યા હતા તે વેળા તેઓ માર્ગ ઓળંગી રહ્યા હતા તે સમયે અંકલેશ્વર તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે સાઇકલ સવાર રમણ વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.