આણંદમાં ચોમાસા દરમિયા સાપ જેવા સરિસૃપ ઘરમાં ઘુસી જવાના વારંવાર બનાવો બની રહ્યા છે.રાત્રે 10:00 કલાકે સાન સિનેમા સામે આવેલી અતુલ પાર્ક સોસાયટી રહેતા સંજયભાઈ વાઘેલાના ઘર પાસે પાર્ક કરેલ બાઈકમાં એક કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. બાઈક સ્ટાર્ટ કરવા જતા તેમનુ ધ્યાન સાપ પર ગયું હતું અને તે બાઈક છોડી દૂર ચાલ્યા ગયા હતા. બનાવના પગલે નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાનો સંપર્ક કર્યો હતો નેચર હેલ્પ ફાઉન્ડેશન ના વોલન્ટેટીયર અતુલ પરમાર તુરંત ઘટના સ્થળે પહોંચી