ગઈકાલે રાત્રે 12:00 વાગ્યાની આસપાસ શહેરના કિસાનપરા ચોક ખાતે એક કારમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે કારમાં બેઠેલ લોકો સમયસર નીચે ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ સ્ટાફ દ્વારા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગને પગલે કારમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.