સાવલી: વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય સેનાના શૌર્ય અને વીરતાને વંદન કરાયું. ગાંધીચોકથી શરૂ થયેલી યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મોટી સંખ્યામાં નગરજનો, સરપંચો અને બહેનો જોડાયા. 'ભારત માતા કી જય', 'વંદે માતરમ', અને ભારતીય સેના જિંદાબાદ'ના નારાઓ સાથે સમગ્ર નગર દેશભક્તિની લાગણીઓથી ગૂંજી ઉઠ્યું.