જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ મુકામ ખાતે કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ધોરણ ૦૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવનું આયોજન એન.સી.ઈ.આર.ટી. નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે. કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ઓળખી તેમને પ્રોત્સાહિત કરી શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનું છે. જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં ઝોન કક્ષાએ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.