મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે મહેમદાવાદના હીરાચંદની મુવાડી ગામે બોગસ ડોક્ટર તરીકે પોતાના રહેણાંક મકાનમાં દવાખાનુ ખોલીને એલોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હિંમતસિંહ વાઘેલાની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન હિંમતસિંહ વાઘેલા પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથિક કંપનીની મેડિસિન, ઇન્જેક્શન અને મેડિકલ ના સાધનો મળી આવ્યા હતા.