ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક વિસ્તાર તસ્કરો માટે જાણે રેઢુ પડ બની ગયો હોય તેમ છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે કોંઢ ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ જેમાં રોકડ અને સોના-ચાંદીના આભુષણો મળી રૂપિયા 1,08 લાખની મત્તા ચોરાયાની તાલુકા પોલીસ ફરિયાદ નોંધાઈ છે