ગોધરામાં વિઘ્નહર્તા બાપ્પાના વિસર્જન દરમિયાન રામસાગર તળાવ ખાતે અનોખી ઘટના બની, સિંદૂરી માતા મંદિર સ્થિત શ્રીગ્રુપની વિશાળ પ્રતિમાનો બેઝ સ્ટ્રકચરનો બોલ્ટ ખુલી જતા પ્રતિમા નમી પડી, જેને જોઈ ભક્તો અને અધિકારીઓના શ્વાસ થંભી ગયા. પરંતુ શ્રીગ્રુપના યુવાનો, ફાયર વિભાગ અને ભોઈ સમાજના સભ્યોની તત્પરતાથી પ્રતિમાને સાચવી લેવાઈ અને આંચ પણ ન આવવા દીધી. બાદમાં પ્રતિમાને ક્રેન મારફતે સુરક્ષિત રીતે વિસર્જિત કરવામાં આવી હતી.