ડોલવણ તાલુકા માંથી પસાર થતી અંબિકા સહિતની નદીઓ બે કાંઠે,કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા.તાપી જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ તેમજ તેના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થવા પામી હતી.જેને લઇ લોકમાતા અંબિકા નદી સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેને લઇ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઇ હતી.જે માહિતી આજે મંગળ વારના 4 કલાકે મળી હતી.