અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU દ્વારા સોનાની દાણચોરીને પકડી પાડી છે. દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટના એક પેસેન્જર પાસેથી 55.48 લાખની બજાર કિંમતની 24 કેરેટ સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શુંક્રવારેના રોજ 12 વાગ્યાની આસપાસ અમદાવાદ કસ્ટમ્સ AIUએ APIS પ્રોફાઇલિંગના આધારે ચોક્કસ માહિતી મેળવી હતી.