અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ્સ ચોકડી સુધીમાં આવેલ કંપનીઓને 10 હજાર ચોરસ મીટરથી વધુના પ્લોટ ફાળવવામાં આવ્યા છે.તેમ છતાં તેઓના કંપનીમાં આવતા ભારે વાહનો અને કર્મચારીઓના વાહનો બહાર મુકાવી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતની ઘટનાઓ સામે આવે છે.જેને પગલે સફાળા જાગેલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તમામ કંપનીઓને લેખિતમાં જાણ કરી તેઓના વાહનો કંપનીની અંદર પાર્કિંગ સુવિધા ઉભી કરી ત્યાં પાર્ક કરવામાં આવે તેવી સૂચનાઓ આજરોજ આપી છે.